કામણગારો તલ ---


લાગણીઓને ખાળી લો કે ઊર્મિને સંભાળો 

આડૉઅવળો ચહેરે બેઠો, લાગે બહુ નખરાળો 


આ તલ છે કામણગારો 


કોઈ કહે  કે,  'ચંદ્રમુખીના ચહેરે કાળો ડાઘો'

રૂપ તણા સોદાગરને, બે ડગલાં રાખો આઘો

બેઠો ચોકીદાર ખરો, સુંદરતાનો રખવાળો 


આ તલ છે કામણગારો 


તલનું વર્તન ભેદભરમ, ના કદી મને સમજાણો 

હા  કહીને ના પાડે! હું તો મનમાં બહુ  મુંઝાણો 

દિવસે તો હરખાતો 'તો, તો રાતે કાં શરમાણો !


આ તલ છે કામણગારો 


સુંવાળપમાં મ્હાત કરી દે, રેશમ હો કે આરસ

કથીર બનતું કંચન, જાણે દિવ્ય મણિ હો પારસ

સ્પર્શે હું સ્વર્ણિમ બનું, જો હા ભણશે પરબારો 


આ તલ છે કામણગારો                         


-ચંદ્રશેખર. ૦૮/૦૨/૧૯. ૦૭.૧૫ a.m.


Comments

Popular posts from this blog