શ્રદ્ધા નથી.
કાટ નીકળે ઢાલનો? શ્રદ્ધા નથી
રંગ ઉખડે વ્હાલનો? શ્રદ્ધા નથી
આજની જો વાત હો, તો ઠીક છે
વાયદો હો કાલનો, શ્રદ્ધા નથી
પળ હિસાબો માંગતી રે' છે અહીં
પ્રશ્ન હો જો સાલનો, શ્રદ્ધા નથી
માંહ્યલો જાગે અગર, મંજુર છે
શો ભરોસો ખાલનો? શ્રદ્ધા નથી
જોડિયાં જન્મે છતાં ક્યાં હોય છે!
લેખ સરખો ભાલનો, શ્રદ્ધા નથી
આયનો નીરખી તમે ભડકી ગયાં!
શેરડો છે ગાલનો, શ્રદ્ધા નથી?
'ચંદ્રશેખર' મન હશે મરકટ સમું
હોય સીધી ચાલનો, શ્રદ્ધા નથી.
-ચંદ્રશેખર. ૦૭/૧૦/૨૧. ૧૦.૪૫ am
Kya baat
ReplyDeleteખુબજ પ્રભાવી ભાવ
ReplyDeleteધન્યવાદ! આપનો પરિચય આપી શકો?
Delete